શૈક્ષણિક કીટની સાથે ૧૦ થી ૧૨ ધોરણના વિધાર્થીઓને આખુ વર્ષ ફ્રી ટ્યુશન આપશે
ટંકારાના નાના રામપર ગામે મિત્રતા દિવસની અલગ જ ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રપુર ગામના જગદિશભાઇ રાણવા દ્વારા વિદ્યાથીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી સાથે શિક્ષણને લગતી માહિતી તેમજ દરરોજ ૧૦ અને ૧૨માં ધોરણના વિદ્યાથીઓને નિસ્વાર્થે આખુ વર્ષ તદ્દન ફ્રીમાં ટ્યુશન આપવાની જાહેરાત કરી હતી ત્યારે મિત્રતા દિવસ નિમિત્તે વિદ્યાથીઓને અલગ જ ભેટ આપી હતી પ્રેરણાદાયી કાર્યની સાથે વિધાર્થીઓના દિલ જીત્યા હતા તેમજ શિક્ષક ગુરૂ જ્ઞાનની સરવાણી વહાવી ટોચ પર લઈ જવા મદદરૂપ થતા હોય છે જે શિક્ષકની આ કાર્ય પદ્ધતિથી વિધાર્થીઓમા ખુશી જોવા મળી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide