વાંકાનેરમાં મહિલા આગેવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારા છ આરોપીની ધરપકડ

0
111
/

વાંકાનેરમાં સગીરા સાથે કરવામાં આવેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે સાથે ગયેલા મહિલા આગેવાનને બે મહિલા સહીત કુલ મળીને છ વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને મહિલા આગેવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બે મહિલા સહીત છ આરોપીઓની ધરપકડ કરેલ છે.

વાંકાનેર શહેરમાં રહેતી એક સગીરા સાથે વાંકાનેરના ખડીપરામાં રહેતા આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઈ વાટુકીયાએ બે વખત દુષ્કર્મ આચર્યું હતું જે અંગેની વાત આરોપીએ તેના મિત્ર હાર્દિક પ્રફુલભાઈ ધનેસરા (રહે. ઉપલાપરા)ને કરી હતી જેથી હાર્દિક સગીરાને કામે રાખવી દેવાનું કહીને સાથે લઇ ગયો હતો અને ત્યારે તારે લાલા સાથે આડો સંબંધ છે તેની વાત બધાને કહી દઈશ એવી ધમકી આપીને હતી તેમજ આરોપી તુષાર રમેશભાઈ ધોરિયા (રહે. રાજાવડલા)એ સગીરા તેમજ હાર્દીકનો ટીકટોક વિડીયો બનાવીને આરોપી વિપુલને મોકલાવ્યો હતો જેથી આ બનવાની ફરીય નોંધાવવા માટે ભોગ બનેલ સગીરાની માતાની સાથે સામાજિક કાર્યકર જીજ્ઞાબેન રાજેશકુમાર મેર ગયા હતા જે વાતનો ખર રાખીને આરોપી વરશીંગભાઈ ઉર્ફે ચકાભાઈ વાટુકિયા, પ્રવીણભાઈ વરશીંગભાઈ વાટુકિયા, ગોવિંદ નરશીભાઈ સોલંકી, સામુબેન ધુસાભાઈ ડાભી, ભીખાલાલ બચુભાઈ મકવાણા તેમજ રેખાબેન નટુભાઈ ખુમખાણીયાએ મહિલા આગેવાનની સાથે ઝઘડો કરીને તમો ફરિયાદ કેમ કરાવી? તમારે શું લેવાદેવા છે? તેમ કહી ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે હાલમાં વાંકાનેર સીટી પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/