ટંકારા : મિતાણા ડેમી-2માં પાણી ચોરી અટકાવવા મુદ્દે સિંચાઈ વિભાગના કર્મચારી પર હુમલો

0
33
/

ત્રણ શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

ટંકારા : ટંકારાના મિતાણા ગણના ડેમી-2 માં કેટલાક શખ્સો પાણી ચોરી કરી રહ્યા હોવાથી સિંચાઈ વિભાગના કર્મચારીઓએ તેમને અટકાવવાનો પ્રયાસ કરતા મામલો વણસ્યો હતો.આ મામલે ત્રણ શખ્સોએ સિંચાઈ વિભાગના કર્મચારીને માર મારીને મૂંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.ટંકારા પોલીસે સિંચાઈ વિભાગના કર્મચારીની ફરિયાદના આધારે ત્રણ શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ચલાવી છે.

ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલ ડેમી-2 ના સિંચાઈ સેક્શન કર્મચારી કાંતિલાલ મગનભાઈ ઘોરીયાણીએ ટંકારા તાલુકાના મિતાણાં ગામના ત્રણ શખ્સો હકાભાઈ રામજીભાઈ ગજેરા ,વસંતભાઈ ઠાકરશીભાઈ સંઘાણી અને મયુરભાઈ ધનજીભાઈ દેવડા સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા 1 જુનના રોજ મિતાણા ગામની સીમમાં ડેમી-2 માં આરોપીઓ બકનળી મૂકીને પાણી ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા સિંચાઈ વિભાગના કર્મચારીઓએ ત્યાં જઈને બકનળી કાઢી નાખીને પાણી ચોરી કરતા અટકાવ્યા હતા આથી ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદીને મોઢાના ભાગે મુક્કા મારી મૂઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે સિંચાઈ વિભાગના કર્મચારીની ફરિયાદના આધારે ત્રણ આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ,ખેડુતોના આગોતરા વાવેતર માટે ગત તા.25 ના રોજ પાણી છોડયુ હોય નિચાણવાળા ગામોને પાણી ન મળતાં અધિકારીને આગેવાનોએ રજુઆતો કરી હતી.બાદમાં તંત્ર હરકતમા આવી પાણીના ડિઝલ મશીનની નળી કાઢી પાઈપલાઈન તોડી પાડી હોવાનું જાણવા મળ્યું હતું જેમા રકઝક થતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે. એ ઉપરાંત ગેરકાયદે પાણી ચોરતા 40 જેટલા મશીન ધારકોને નોટીસ ફટકારી હોવાનું સેકશન અધિકારીએ જણાવેલ છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/