મોરબી જિલ્લામાં સવારે 4.8 ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયેલા

0
107
/

મોરબી : સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારે 7-40 મિનિટે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. જેમાં મોરબી જિલ્લામાં પણ આશરે 3-4 સેકન્ડ માટે અવાજ સાથે ધરતીકંપ અનુભવાયો હતો. આ આંચકો આવતા મોરબી જિલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) એમ દરેક તાલુકામાં અનુભવાયો હતો. જેના કારણે લોકો ભયભીત ઘરની બહાર દોડી ગયા હતા. સદ્દનસીબે જાનહાની થઇ હોય, તેવા અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે આ ભૂકંપ 4.8ની તીવ્રતાનો હતો. તેમજ રાજકોટ જિલ્લાથી 22 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર રહ્યું હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/