[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીની વર્ષો જૂની નટરાજ ફાટકની સમસ્યા નિવારવા મોરબી નગર પાલિકા દ્વારા રૂપિયા 76 કરોડના ખર્ચે નવા અને જુના મોરબી વચ્ચે પાડા પુલ, મયૂરપૂલને સામાકાંઠા સાથે જોડતા ઓવરબ્રિજના કામનું આવતીકાલે મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારિયાના જણાવ્યા મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જવા માટે પાડા પુલ, મયૂરપૂલને સામાકાંઠા વિસ્તાર સાથે જોડતા ઓવરબ્રિજ નિર્માણ કરવા યોજના નગરપાલિકા દ્વારા બનાવી છે જેમાં રૂપિયા 76 કરોડના ખર્ચે ત્રાજપર ચોકડી અને મહેન્દ્રનગર ચોકડીથી શરૂ કરી સીધા જ જુના મોરબી આવી શકાય તેવા ટ્રાયેન્ગલ ઓવરબ્રિજ બનાવવાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું આવતીકાલે મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા હસ્તે પાડાપુલ નીચે બપોરે 3 કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે મોરબી પાલિકાના તમામ પૂર્વ કાઉન્સિલરો, ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરોને હાજર રહેવા અનુરોધ કરાયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide