માળીયાના રોહિશાળા ગામે ખેડુતની હત્યા, પોલીસની તપાસ શરૂ

0
603
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે ખડૂતની હત્યા થયાનો મામલો સામે આવ્યો છે. ખેડૂતની ખિસ્સામાંથી રોકડ, દાગીના અને બાઇક ગાયબ હોવાથી લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શંકા ઉપજી છે. હાલ તો ડીવાયએસપી, એલસીબી, માળિયા પોલીસ સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને તપાસ હાથ ધરી

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીનાં રોહિશાળા ગામે રહેતા પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા ઊ ૪૦ નામના ખેડૂતની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખેતર પર ગતરાત્રીના સમયે આ હત્યાનો બનાવ બન્યો હોવાની શક્યતા છે. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી, માળિયા પોલીસ સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને તપાસ હાથ ધરી છે. હાલના તકબકકે ખેતરમાં હત્યા થતા વાડીનાં મજૂરો પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ખેડૂતની હત્યાનો મામલે પ્રાથમિક તપાસમાં ખેડૂતના ખિસ્સામાંથી 50 હજાર રોકડા , 4થી 5 તોલાનો સોનાનો ચેઇન , અને બાઇક ગાયબ જોવા મળતા લૂંટના ઇરાદે હત્યા થયાની આશંકા વ્યક્ત કરાઈ છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોડી રાત્રે મૃતક પરેશ કાલરીયા મજૂરોને ડીઝલ આપવા ગયા હતા. બાદ આજે સવારે તેમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા થયાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ લૂંટના ઇરાદે હત્યા થયાની શંકા સાથે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/