અનલોક-2 અંગે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

0
251
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
મોરબી જિલ્લામાં આજથી દુકાનો રાત્રીના 8 અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ધમધમશે : રાત્રીના 10થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે

મોરબી: ભારત સરકાર દ્વારા આજે 1લી જુલાઈથી અનલોક-2 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વધુ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની અનલોક-2 ની માર્ગદર્શિકા પ્રમાણે મોરબી જિલ્લા કલેકટર દ્વારા અનલોક-2 ને લઈને નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં આજથી દુકાનો રાત્રીના 8 અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ધમધમશે અને રાત્રીના 10 થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે તેવું જાહેર કરાયું છે.

જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાં મુજબ મોરબી જિલ્લામાં હવેથી મોરબી જિલ્લામાં આવેલ દુકાનો ,સંસ્થાઓ અને ઔદ્યોગિક પ્રવૃતિઓ સવારના 8 થી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રહી શકશે. જે ઔદ્યોગિક એકમો લોકઇન સુવિધાઓ ઉપલબ્ધ છે તેવા એકમો તથા જે ઔદ્યોગિક એકમો સતત પ્રક્રિયા વાળા હોય તેવા ઔદ્યોગિક એકમોને સતત ચાલુ રાખી શકાશે. પરંતુ રાત્રીના 10 થી સવારના 5 સુધી કામદારોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. જ્યારે હોટલ રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમજ અને રાત્રીના 10 થી વહેલી સવારના 5 વાગ્યા સુધી આવશ્યક સેવા સિવાય સંપૂર્ણપણે કરફ્યૂ રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા સુનિશ્ચિત થયેલા ફેરિયાઓ નક્કી થયેલી જગ્યાઓ ઉપર વેપાર કરી શકશે.

મોરબીની તમામ એસટી અને સીટી બસ સેવાઓને પુનઃ ધમધમતી કરવામાં આવી છે. જ્યારે હોટલ ,આતિથ્ય સેવાઓ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ ચાલુ રાખી શકશે અને તેના માટેના જુના નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. તમાંમ શૈક્ષણિક પ્રવૃતિઓ,જીમ, સિનેમા સહિતના પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/