મોરબીમાં કોરોના આતંક : પારેખ શેરીમાં સોની વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

0
146
/

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના રોગચાળો હવે બેકાબુ થઈ રહ્યો છે. ગઈકાલે 3 કેસ બાદ આજે બુધવારે પણ સવારે બે કેસ બાદ ત્રીજો કેસ નોંધાયો છે. જેમાં ગ્રીનચોક વિસ્તારમાં પારેખ શેરીમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 30 પર પોહચી ગઈ છે.

મોરબીમાં કોરોનાએ ભારે કહેર મચાવ્યો હોય એમ આજે ત્રીજો કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં મોરબીની પારેખ શેરીમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી વિગતો અનુસાર મોરબીની સોની બજારમાં આવેલી પારેખ શેરીમાં રહેતા 65 વર્ષીય બિપિનચંદ્ર પ્રવીણભાઈ આડેસરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લીધા બાદ આજે તેઓ કોરોનાથી સંક્રમિત હપવાનું જાહેર થયું છે. તેમને ડાયાબિટીસની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. આ વૃદ્ધને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રએ તેમના રહેણાંક વિસ્તારમાં દોડી જઈને સર્વે સહિતની કામગીરી હાથ ધરાઈ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/