અનલોક-2 : મોરબીથી તમામ લાંબા અંતરની એસટી સેવાઓનો શુભારંભ

0
41
/
લાંબા અંતરની બસ સેવા પુનઃ શરૂ થતા એડવાન્સ બુકિંગ કરાવતા મુસાફરો

મોરબી : આજથી અનલોક-2 શરૂ થઈ ગયો છે ત્યારે મોરબીથી લાંબા અંતરની બસ સેવા પૂર્વવત કરવામાં આવી છે. લાંબા અંતરની તમામ એક્ષ્પ્રેસ બસ સેવા શરૂ કરવામા આવી છે. મોરબી એસટી ડેપોથી વેરાવળ, કવાંટ, અંબાજી, દાહોદ, સુરત, શામળાજી સહિતની તમામ એક્સપ્રેસ બસો પોતાના નિયત સમયે દોડશે. લાંબા અંતરની બસ સેવા પુનઃ શરૂ થતા મુસાફરો એડવાન્સ બુકિંગ પણ કરાવી રહ્યા છે.

આજથી અનલોક-2 શરૂ થતાની સાથે જ સરકારની ગાઈડલાઈન્સ મુજબ મોરબી ડેપોની તમામ એક્ષ્પ્રેસ બસ શરૂ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા તમામ એક્ષ્પ્રેસ રૂટ ચાલુ કરવાની મંજુરી આપવામાં આવતા મોરબી ડેપો ખાતેથી આજથી 12 સેડ્યુલ અને 20 ટ્રીપ શરૂ કરી દેવામાં આવી છે. કચ્છ, અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફના તમામ એક્ષ્પ્રેસ રૂટો ચાલુ કરી દેવામાં આવેલ છે. લોકલ રૂટમાં હાલમાં જીલ્લાથી જીલ્લા, જીલ્લાથી તાલુકા અને તાલુકા થી તાલુકાને જોડતી સર્વિસ ચાલુ કરવામાં આવેલ છે. સરકારની ગાઈડલાઈન્સ મુજબ કેપેસીટી ના 60 ટકા લોકો મુસાફરીનો લાભ લઇ શકે છે. બસ સેવા શરૂ થતા મુસાફરો એડવાન્સ બુકિંગ પણ કરાવી રહ્યા છે. આજે સવારે બે કલાક દરમિયાન 27 જેટલ મુસાફરો એ એડવાન્સ બુકિંગ પણ કરાવી લીધું છે. લાંબા અંતર ની બસ સેવા શરૂ થતા આવનારા સમયમાં ધીમે-ધીમે મુસાફરોનો ધસારો પણ જોવા મળી શકશે

એસટી ડેપો મેનેજર દિલીપ શામળાએ કહ્યું હતું કે સરકારની ગાઈડલાઈન્સ મુજબ એસ.ટી.ના આખા ગુજરાતના રૂટો ચાલુ કરવામાં આવી છે. મોરબી ડેપો ખાતેથી 12 સેડ્યુલ અને 20 ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે. જેમાં કચ્છ તરફ, અમદાવાદ તરફ અને સૌરાષ્ટ્ર તરફ તમામ એક્ષ્પ્રેસ રૂટો ચાલુ કરી દેવામાં આવેલ છે. લોકલ રૂટમાં હાલમાં જીલ્લાથી જીલ્લા, જીલ્લાથી તાલુકા અને તાલુકાથી તાલુકાને જોડતી સર્વિસ ચાલુ કરવામાં આવી છે. સરકારની ગાઈડલાઈન્સ મુજબ કેપેસીટીના 60 ટકા લોકો મુસાફરીનો લાભ લઇ શકે છે. કોરોનાને લગતી તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. એક્સપ્રેસ રૂટો શરૂ કરવામાં આવી છે, તેમાં એડવાન્સ બુકિંગ પણ થવા લાગ્યું છે. સવારના બે કલાક દરમિયાન 27 જેટલી સીટનું એડવાન્સ બુકિંગ થયું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/