વડોદરા: પતંગ રસિકોએ પતંગ ચગવવાની સાથે ઉંધીયાની મજા માણી, 100થી વધુ પક્ષી ઇજાગ્રસ્ત, બર્ડ ફ્લૂના કહેર વચ્ચે પક્ષીઓની સારવાર કરી

0
25
/

કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણના બે દિવસના પર્વમાં પતંગરસિકોને પણ મોજ પડી ગઈ છે. વડોદરાવાસીઓએ વિવિધ રંગોની પતંગો ચઢાવતા આકાશ પણ રંગબેરંગી થઈ ગયું હતું. પતંગ રસિકો સવારથી જ આકાશી પેચ લગાવવા અગાસી પર પહોંચી ગયા છે અને કોઇપો છેની ગૂંજો સંભળાઇ રહી છે. જોકે પતંગ રસિકો ડીજે અને મિત્રો વિના જ પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આનંદ ઉલ્લાસના પર્વ મુંગા પક્ષીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવલેણ નીવડ્યુ હતુ. શહેરમાં અનેક વિસ્તારોમાંથી પતંગના દોરાને કારણે પક્ષીઓના મોતની ઘટનાઓ સામે આવી હતી અને બર્ડ ફ્લૂના કહેર વચ્ચે તબીબોએ 100થી વધુ પક્ષીઓની સારવાર કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/