તાજેતરમાંIPL 2023ની 27મી મેચમાં જ્યારે વિરાટ કોહલી ફરી એકવાર RCBની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો ત્યારે તમામ ચાહકો ચોંકી ગયા હતા. 2021ની સીઝન બાદ ટીમની કમાન છોડનાર વિરાટ કોહલીને પંજાબ કિંગ્સ સામે ટીમની કમાન સોંપવામાં આવી હતી. વિરાટ કોહલી કેપ્ટનશીપ કરી રહ્યો છે કારણ કે ફાફ ડુપ્લેસી ઈજાગ્રસ્ત છે અને તે ફિલ્ડિંગ કરી શકશે નહીં.
ફાફ ડુ પ્લેસિસને છેલ્લી મેચમાં પાંસળીમાં ઈજા થઈ હતી. એટલા માટે તેને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતારવામાં આવશે. જ્યારે વિરાટ કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિરાટ કોહલી છેલ્લે 11 ઓક્ટોબર, 2021ના રોજ કેપ્ટન તરીકે જોવા મળ્યો હતો. KKR સામે આ મેચમાં RCBને હારનો સામનો પણ કરવો પડ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide