ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું તા.૧૯ના રોજ મતદાન થનાર છે.કાયદાની જોગવાઈ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
સમગ્ર મોરબી જિલ્લામાં મતદાન તા.૧૯ના રોજ સાંજના ૬ કલાક સુધી થનાર છે. તેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાકે એટલે કે તા.૧૭ના સાંજના ૬ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાતા મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એન.કે. મુછાર દ્વારા એક જાહેરનામું બહાર પાડેલ છે.
આ જાહેરનામામાં જણાવ્યાં અનુસાર ચૂંટણી સંબંધિત કોઈ જાહેરસભા બોલાવશે નહી,યોજશે નહીં,સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહી કે તેવી સભામાં હાજરી આપશે નહી.સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન,એલ.ઈ.ડી.અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દૃષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો,થીએટરનો કાર્યક્રમ,કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમુહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરીણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃતિ કરશે નહીં.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide