વાંકાનેર તાલુકામાં આવેલ દેવાબાપાની જગ્યાએથી એક પાંચ વર્ષના પ્રિન્સ નામના બાળકનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું છે જેની ફરિયાદ પણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે જેથી કરીને સ્થનિક પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી છે જો કે, હજુ સુધી બાળકનો પત્તો લાગ્યો નથી જેથી જીલ્લા પોલીસ વડા દ્વારા આ તપાસમાં એલસીબી અને એસઓજીની ટીમને પણ જોતરવામાં આવી છે દરમ્યાન જાણવા મળતી માહિતી મુજબ જે જગ્યાએથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે ત્યાના મોટાભાગના કેમેરા બંધ હાલતમાં છે
બનાવની વિગત પ્રમણે ગત તા. ૨૭ ના રોડ રાતે ૯:૫૬ કલાકે વાંકાનેર તાલુકામાં આવેલ દેવાબાપાની જગ્યાએથી પ્રવીણભાઈ વેલાભાઇ નકિયાના પાંચ વર્ષના દીકર પ્રિન્સનું અજાણ્યા શખ્સો કારમાં અપહરણ કરી ગયા હતા જેથી પ્રવીણભાઈએ આ અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે જો કે, હજુ સુધી આરોપી કે પછી બાળકોનો કોઈ પત્તો લાગ્યો નથી અત્રે ઉલેખનીય છે કે, અગાઉ વર્ષ ૨૦૧૩માં દેવાબાપાની જગ્યામાં સેવા-ચાકરી કરતાં લાલાભાઇ નાકિયાના પુત્ર આશિષ ઉંમર વર્ષ ૧૧નું ભજનના પ્રોગ્રામ વખતે જ અજાણ્યા વ્યક્તિઓ અપહરણ કરી ગયા હતા તેની પણ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જો કે, તે બાળકનો આજદિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી તેવામાં પ્રવીણભાઈના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી પ્રિન્સ કયા છે તે સૌથી મોટો સવાલ છે
મોરબી જિલ્લાના પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાથી વાંકાનેર તાલુકા પોલીસની સાથે આ અપહરણના બનાવની તપાસમાં સીપીઆઈ, એલસીબી અને એસઓજીને જોતરવામાં આવેલ છે વધુમાં એલસીબીના પીઆઈ વી.બી.જાડેજાની સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, ફરિયાદી જે ગાડીની વાત કરી રહ્યા છે તેવી કોઈ ગાડીના પુરાવાઓ હાલમાં દેવાબાપાની જગ્યા પાસેથી મળી આવ્યા નથી અને ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાંથી મોટાભાગના કેમેરા બંધ હોવાથી હજુ સુધી કોઈ મહત્વની કડી મળી આવેલ નથી જો કે, શંકાસ્પદ વ્યક્તિના સ્કેચ મળ્યા છે અને તેના આધારે હાલમાં તપાસ ચાલી રહી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.