મોરબીથી અંબાજી સુધી જવા સંઘ આગામી તા. 2 ના રવાના થશે

0
99
/

મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા આગામી તા. ૦૨ ના રોજ રવાના થશે. શ્રી અંબિકા પદયાત્રા સંઘ 345 કિલોમીટરની પદયાત્રા કરીને માં અંબાના દરબારમાં પહોંચશે.

ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એટલે મા અંબાનું ધામ અંબાજી. તેમાં પણ ભાદરવી પુનમના દર્શન અનેરુ મહત્વ છે. જેમાં ભાદરવી પૂનમના મહામેળામાં સતત 1999થી  શ્રી અંબિકા પદયાત્રા સંઘ મોરબીથી અંબાજી આશરે 345 કિલોમીટરની પદયાત્રા યોજી  માતાજીના ધામમાં પહોંચ્યાં  જે આ વર્ષે ૨૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે અંદાજિત 180 શ્રદ્ધાળુઓનો સંઘ આગામી બે તારીખને સોમવારના રોજ બપોરે 12:15 કલાકે  મોરબીથી અંબાજી પદયાત્રાનો પ્રારંભ કરશે.

શ્રી અંબિકા પદયાત્રા સાંજના સંઘપતિ સુરેશભાઈ મોહનભાઇ નાગર તથા તેમના ધર્મપત્ની ગીતાબેન સુરેશભાઈ નગરનું કહેવું છે,  કે રથના આયોજક દિલીપભાઈ સોની તથા કૈલાશભાઈ, ઘણા સમયથી સેવા બજાવતા હિતેશભાઈ,  ચુનીભાઇ લાલાભાઈ તથા આનંદભાઈ અને જય અંબે પરિવારના આયોજન હેઠળ તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. મેડિકલથી લઈને તમામ ખાવા-પીવાની સુવિધા સાથે પૂજન અર્ચન તથા બાવન ગજની ધજા તેમજ શણગાર સાથે શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા યોગેશ્વર નગર,  રવાપર રોડથી વાઘેશ્વરી મંદિર ગ્રીન ચોક સુધી માં ના  દર્શનનો લાભ લેવા તથા પદયાત્રામાં વધુમાં વધુ શ્રદ્ધાળુઓ જોડાય એવો સંઘપતિ સુરેશભાઈએ અનુરોધ કર્યો છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/