વાંકાનેર : ઢુવા સરકારી ખરાબામાં બે શખ્શોએ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવા મામલે 2 શખ્શો સામે ગુનો દાખલ

0
128
/

વાંકાનેરમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયેસર પ્રવેશ કરી વૃક્ષો કાપી નાખ્યા હોય જે મામલે મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે

વાંકાનેરના રાજમંદિર દિગ્વિજયનગર પેડકના રહેવાસી કુમારપાળ રણજીતસિંહ ઝાલા (ઉ.વ.૨૯) પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તે વાંકાનેર મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોય અને આરોપી રમેશ મનજી મકવાણા અને રતિલાલ મનજી મકવાણા રહે બંને જુના ઢુવા તા. વાંકાનેર વાળાએ ઢુવા ગામના સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી લિંબડાના વૃક્ષો કાપી નાખેલ હોય

જેથી આ બાબતે ફરિયાદ મળતા આરોપીઓને આ જગ્યા પર નહિ જવા અને કોઈપણ કામગીરી નહિ કરવા જણાવ્યા છતાં આરોપીઓએ રાજ્યસેવકના હુકમનો અનાદર કરીને આ જગ્યામાં પ્રવેશ કરી લીમડાના વૃક્ષો કાપ્યા હોવાનું જણાવ્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે સર્કલ ઓફિસરની ફરિયાદને આધારે આરોપીઓ સામે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ ૧૯૮૪ ની કલમ ૩ તથા વૃક્ષ છેદન અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ ચલાવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/