વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લામા સંગઠનનો વિસ્તાર કરવાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે.
જેના સંદર્ભે તાજેતરમાં વાંકાનેર શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ પંડ્યાની નિમણુંક કરવામા આવી હતી. ત્યારે ગત તા. 24ના રોજ દેવરામભાઈ પંડ્યાએ વાંકાનેર શહેરના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ હાલમાં અધ્યક્ષ તરીકેની સંપૂર્ણ જવાબદારી નિભાવી શકે તેમ ન હોવાના લીધે સ્વૈચ્છીક રાજીનામુ આપ્યું હોવાનું યાદીમાં જણાવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide