હળવદ : અજીતગઢ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૬ ઝડપાયા

0
189
/

હળવદ પોલીસે બે મોબાઈલ મળી ૧૬,૩૦૦નો મુદ્‌ામાલ જપ્ત કર્યો

હળવદ તાલુકાના અજીતગઢ ગામે પોલીસ દ્વારા ગત મોડી રાત્રીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા જુગટુંનો ખેલ ખેલતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લેતા જુગારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગત મોડી રાત્રીના હળવદ તાલુકાના અજીતગઢ ગામે નવા પ્લોટ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી હળવદ પોલીસને મળી હતી. જેના આધારે પી.આઈ. પી.આઈ. એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.જી. પનારા, યોગેશદાન ગઢવી, ગંભીરસિંહ ચૌહાણ, ચંદુભાઈ ઠાકોર, મુમાભાઈ રબારી, કમલેશભાઈ, બિપીનભાઈ પરમાર સહિતનાઓએ આરોપી સુરેશભાઈ બાબુભાઈ કોળીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ગંજીપાનાનો જુગાર રમી રહેલા શખ્સોના હોંશ ઉડી ગયા હતા. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી સુરેશભાઈ બાબુભાઈ કોળી, કાંતિલાલ ઉર્ફે હકાભાઈ બાબુભાઈ કોળી, અશ્વીનભાઈ બાબુભાઈ કોળી, વિકેશભાઈ કાળુભાઈ કોળી, ભરતભાઈ બુટાભાઈ કોળી, ભરતભાઈ લખમણભાઈ પટેલ (રહે. તમામ અજીતગઢ)ને બે મોબાઈલ તેમજ રોકડ ૧૬,૩૦૦ની રકમ ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઈ આવી જુગારધારા કલમ એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જુગારીઓ પોલીસથી બચવા મોડી રાત્રીના રહેણાંક મકાન અથવા તો અવાવરૂ જગ્યાઓ પર જુગાર કલબો ચલાવી તેમજ નાલ ઉઘરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/