મોરબી : મોરબી તાલુકામાં આવેલ શનાળા PGVCLની ઓફિસમાં છેલ્લા અઠવાડિયાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા છે. ઓફિસમાં મોટાભાગનું કામ ઓનલાઇન થતું હોવાથી તે કામો ઠપ્પ થઇ ગયા છે. આ સમસ્યાના કારણે ગ્રાહકોએ પરેશાનીનો ભોગ બનવું પડે છે.
મોરબી તાલુકાના નારણકા ગામમાં રહેતા પ્રવિણભાઈ જીવરાજભાઈ મોરડીયાએ ઘર વપરાશ માટે નવા મીટરના રૂપિયા ભરવા માટે શનાળા PGVCLની ઓફિસમાં બે વખત ધક્કા ખાઘા હતા. પરંતુ ઇન્ટરનેટની સમસ્યા હોવાથી તેઓનું કામ થઇ શક્યું ના હતું. આમ, આશરે 8-10 દિવસથી ઈન્ટરનેટના ધાંધિયા હોવાથી ગ્રાહકો પરેશાન થઇ રહ્યા છે. આ સમસ્યાની જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide