મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વધતા 17 ધનવંતરી રથ દોડતા કરાયા

0
184
/
ધનવંતરી રથ દ્વારા કુલ 10,113 લોકોને સારવાર અપાઈ

મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાના અનુસંધાને જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 17 ધનવંતરી રથ તા. 06/07/2020 થી કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં મોરબી તાલુકામાં 6, માળીયા તાલુકામાં 1, વાંકાનેર તાલુકામાં 5, ટંકારા તાલુકામાં 2 અને હળવદ તાલુકામાં 3 ધનવંતરી રથ કાર્યરત કરવામાં આવેલ છે.

આ ધનવંતરી રથ ખાસ કરીને શહેરના જુદા જુદા હોટસ્પોટ તેમજ અન્ય વિસ્તારોમાં તથા દુર્ગમ વિસ્તારોમાં ફરી સ્થળ ઉપર જ જરૂરિયાત મુજબના દર્દીઓને તપાસ, સારવાર અને કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓને સેમ્પલ આપવા અર્થે રીફર કરવા તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા આયુર્વેદિક ઉપચારથી સારવાર વગેરે કામગીરી સંભાળી રહેલ છે.

આ ધનવંતરી રથ દ્વારા મોરબી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી આજ દિવસ સુધીમાં 329 તાવના કેસ, 807 કફ અને શરદી તેમજ અન્ય દર્દીઓ મળી કુલ 10,113 દર્દીઓને સારવાર આપી ચુકેલ છે. તેમજ તે પૈકીના 5 કેસને રીફર કરેલ છે. આ ઉપરાંત, દર્દીઓની પલ્સ અને ઓક્સીઝન અંગેની તપાસ પણ કરવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

આમ, મોરબી જીલ્લાના તમામ લોકોને જરૂરિયાત જણાય ત્યારે જે તે વિસ્તારમાં ફરતા ધનવંતરી રથની સેવાઓ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાએ અપીલ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/