વાંકાનેર: લોકોનો આક્રોશ જોતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અંતે તંત્ર દ્વારા જીવન જરૂરી સુવિધા આપવામાં આવી

0
20
/
કન્ટેન્ટમેન્ટ ઝોનના રહીશોએ આર્થિક-માનસિક સ્થિતિ ખરાબ થઈ ગયાનો બળાપો ઠાલવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું

વાંકાનેર : વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોન અરૂણોદય સોસાયટીમાં રહેતા લોકોની માનસિક હાલત કથળી ગઈ છે. અરૂણોદય સોસાયટીમાં રહેતા એક વ્યક્તિની છેલ્લા બે દિવસથી માનસિક હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ મામલે વાંકાનેરના સ્થાનિક તંત્રને જાણ કરવા છતાં કોઈ ગંભીરતા ન લેવાતા સોસાયટીની મહિલાઓનું ટોળું પોલીસ છાવણી પર ઘસી ગયું હતું અને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. જેના પગલે તંત્ર હરકતમાં આવીને તાકીદે જીવન જરૂરી સુવિધા પૂરી પાડી હતી.

વાંકાનેરની અરૂણોદય નગર સોસાયટીમાં રહેતા એક વૃદ્ધને થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો. આથી, કોરોના વધુ સંક્રમિત ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે આ સોસાયટી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને આ સોસાયટીના તમામ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જોકે આ લોકોને તમામ આવશ્યક સેવાઓ નિયમિત રીતે પુરી પડાતી હોવાનો તંત્રનો દાવો પોકળ સાબિત થયો હતો. જેમાં ગઈકાલે સાંજે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકોનું ટોળું ભારે આક્રોશ સાથે ઘરની બહાર નીકળી ગયું હતું અને છાવણી ઉપર ઘસી જઈને બળાપો ઠાલવ્યો હતો કે તેમને જે રાશન કીટ આપવામાં આવે તે અપૂરતી હોય છે. જેથી, ઘરના બધા સભ્યોને બે ટંક ભોજન આપી શકાતું નથી. ઉપરાંત, અગાઉ લોકડાઉન અને ઉપરથી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરતા બે માસથી વધુ સમયથી ઘરમાં જ પુરાઈ રહેતા અમુક લોકોની માનસિક હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ છે. ઘરમાં પૈસા ખૂટી ગયા છે. તેમ કહીને લોકોએ રોષ ઠાલવ્યો હતો. જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને વાંકાનેર તંત્ર દ્વારા તાત્કાલિક અરૂણોદય સોસાયટીમાં કુલ 7 ગેસના બોટલ આપવામાં આવ્યા તે પેકી 3 બોટલ જરૂરિયાત પરિવારને ફ્રીમાં આપવામાં આવ્યા હતા. ઉપરાંત અનાજની 20 કીટ આપવામાં આવી હતી. તેમજ શાકભાજીની 20 કીટ અને વાજબી ભાવની દુકાનેથી 10 રેશનકાર્ડ ઉપર મળવા પાત્ર અનાજ અને જરૂરીયાત વાળા લોકોને 1 લીટર છાસ વહીવટી તંત્ર તરફથી આપવામાં આવી હોવાના અહેવાલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/