મોરબીમાં 198 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

0
188
/
/
/
એલ.સી.બી.એ કિ.રૂ. 91,080નો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા મોરબીના સામાંકાઠે વિસ્તારમાંથી જુદી-જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 198, કિ.રૂ. 91,080ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

તા. 27ના રોજ મોરબી એલ.સી.બી. ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે સંદીપભાઇ બેચરભાઇ ચાઉ (રહે. સો ઓરડી, વરીયાનગર, શેરી નં. 7, તા.જી. મોરબી) એ પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ અવાવરૂ/પડતર મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો ઉતારેલ છે અને હાલ તેનું વેચાણ કરે છે. જે હકિકત આધારે એલ.સી.બી.ના સ્ટાફએ ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ 198, કિ.રૂ. 91,080 ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયેલ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner