વાંકાનેર : સગીરા પર દુષ્કર્મની ફરિયાદ કરનાર પરિવાર પર આરોપીના મળતીયાઓનો હુમલો

0
186
/

14 વર્ષની સગીર વયની બાળા પર થયેલ દુષ્કર્મની પરિવારજનો ફરિયાદ કરવા વાંકાનેર સીટી પોલીસ મથકે આવેલા જ્યાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ સગીર વયની બાળા પર કરેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ભોગ બનનાર બાળા તેના પરિવારજનો અને તેના સમાજના સામાજિક આગેવાન જીજ્ઞાશાબેન મેર પોલીસ સ્ટેશનથી બહાર નીકળી ઘર તરફ ચાલીને જઈ રહ્યા હતા એ દરમિયાન પોલીસ સ્ટેશન નજીકજ આરોપીના મળતિયાઓ અને મહિલાઓનું ટોળું આવી ફરિયાદી પરિવાર સાથે માથાકૂટ કરતા હતાં તે દરમિયાન ફરિયાદી પક્ષના એક વ્યક્તિએ દોડી પોલીસ મથકે પહોંચી હુમલાની ઘટનાથી વાકેફ કરતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર ધસી ગઈ હતી અને ફરિયાદીને રક્ષણ પૂરું પાડેલ.

ઉપરોક્ત બનાવની સામાજિક કાર્યકર જીજ્ઞાબેન રાજેશકુમાર મેર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે આરોપી ચકાભાઈ વાટુકિયા, પ્રવીણભાઈ વાટુકિયા, ગોવિંદ સોલંકી, સામુબેન ડાભી, ભીખાલાલ મકવાણા તેમજ લાલાની માસીજી સાસુએ ગેરકાયદેસર મંડળી રચી અમો ઉપરોક્ત બનાવના સાહેદની સગીર વયની દીકરી સાથે થયેલ દુષ્કર્મ અંગેની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને સાથે આવેલ હોય જે આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તેમજ સાહેદ સાથે ઝઘડો કરી ફરિયાદીને તમો ફરિયાદ કેમ કરાવી? તમારે શું લેવાદેવા છે? તેમ કહી ઝપાઝપી કરી આરોપીઓએ કહેલ કે તમે ફરિયાદ કરવા આવેલ છો પરંતુ તમારે રહેવું હોય તેમ રહેજો તમને પતાવી દેવા છે તેમજ તમારી દીકરીને જેમ રાખવી હોય તેમ રાખજો તેને ઉપાડી જશું કે જાનથી મારી નાખીશું તેમ કહી ધમકી આપી ગુન્હો કર્યો હોય વાંકાનેર સીટી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૧૪૩, ૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઇ પી.સી. મોલિયા ચલાવી રહ્યા છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/