વાંકાનેર : વાંકાનેરમા ફાકી ખાવાની ટેવ ધરાવતી પત્નીને પતિએ આ બાબતે ઠપકો આપતા પત્નીએ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમાં શાહબાવા દરગાહના મકાનમાં રહેતા નજમાબેન મોહસીનશાહ સામદાર વધુ ફાકી ખાતા હોવાથી તેમના પતિ મોહસીનશાહ હુસેનશાહ સામદારે તેમને ફાકુ ખાવાની ના પાડીને ઠપકો આપ્યો હતો. જેથી આ વાતનું લાગી આવતા નજમાબેને ઘરમાં જ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે સીટી પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide