વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ઉછીનાં આપેલા પૈસા પરત ન આપતા એક શખ્સે યુવાનના કપાળમાં કડું મારીને ઇજા કર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મારામારીના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના ભલગામ ગામે રહેતા મનોજભાઇ ઉર્ફે મનુભાઈ વિરજીભાઈ મકવાણા ઉ.વ.29 નામના યુવાને તે જ ગામે રહેતા ધીરુભાઈ સત્તાભાઈ સુસરા ઉ.વ.30 સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીએ અગાઉ આરોપી પાસેથી હાથ ઉછીનાં રૂપિયા લીધા હતા પણ આ રૂપિયા તેઓ પરત ન દઈ શકતા વારંવાર હાથ ઉછીનાં આપેલા રૂપિયાની ઉઘરાણી કરીને આરોપીએ હાથમાં પહેરેલા કડાં વડા તેમને કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide