હળવદના વધુ એક ગામે આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડતા દોડધામ

0
251
/
પોલીસ અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે દોડી : ગઈકાલની જેમ આ વસ્તુઓ હવામાન વિભાગના વાતાવરણના ઓબ્ઝર્વેશન માટેનું યંત્ર હોવાનું અનુમાન

હળવદ : હળવદના વેગડવાવ ગામેં ગઈકાલે આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડ્યા બાદ આજે બીજા દિવસે પણ હળવદ તાલુકાના લીલાપુર ગામે આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડી હતી. જેના પગલે પોલીસ અને મામલતદાર સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ અને મામલતદારની ટીમની તપાસમાં ગઇકાલની જેમ જ આ વસ્તુઓ હવામાન વિભાગના વાતાવરણના ઓબ્ઝર્વેશન માટેનું યંત્ર હોવાનું પ્રાથમિક તારણ દર્શાવાઈ રહ્યું છે.

હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લાં બે દિવસથી આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડી રહી છે.જેમાં ગઈકાલે હળવદ તાલુકાના વેગડવાડ ગામ બાદ આજે હળવદ તાલુકાના લીલાપુર ગામે આકાશમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ પડી હોવાનું સ્થાનિક લોકોને ધ્યાને આવતા તેમણે આ બનાવ અંગે હળવદ પોલીસ અને મામલતદારને જાણ કરી હતી.જેના પગલે હળવદ પોલીસ સ્ટાફ અને મામલતદારની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને તપાસ કરતા હળવદ તાલુકાના લીલાપુર ગામે એસ્ટ્રોન પેપરમિલના કારખાના નજીક બે થોર્મોકોલની પેટી અને હવામાન વિભાગ દ્વારા હવામાં તરતા ફુગ્ગો મળી આવ્યો હતો.પ્રથમીક તપાસમાં ગઇકાલ જેવી જ આ વસ્તુઓ મળી આવતા હવામાન વિભાગના વાતાવરણના ઓબ્ઝર્વેશન માટેનું યંત્ર હોવાનું અનુમાન છે.જોકે આ બાબત જરાય ચિતાનો વિષય નથી.પણ સતત બીજા દિવસે આકાશમાંથી વસ્તુઓ પડતા સ્થાનિક લોકોમાં કુતુહલ જોવા મળી ગયું છે.જોકે ગઇકાલની ઘટના સંદર્ભે હળવદ પોલીસે નોંધ કરીને એફએસએલની તપાસ માટે મદદ લીધી છે હજુ આ અંગે એફએસએલનો રિપોર્ટ આવ્યો નથી ત્યારે વધુ એક જગ્યાએ આકાશમાંથી વસ્તુઓ પડતા ફરી એફએસએલની મદદ લેવામાં આવી રહી છે.જોકે આકાશમાંથી હવામાન વિભાગની વસ્તુઓ શુ કામ અહીં પડે છે તે બાબતે હજુ રહસ્ય ધુટાઈ રહ્યું છે.હાલ પોલીસ અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે સઘન તપાસ કરી રહી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/