મોરબીના રફાળેશ્વર ગામ નજીક રીક્ષા ડિવાઈડર સાથે અથડાતા ઘાયલ થયેલા પેસેન્જરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે રીક્ષા ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગતતા.28 ઓગસ્ટના રોજ સીએનજી રીક્ષા મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક ખોડિયાર માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહી હતી.તે સમયે રીક્ષા ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા રોડ પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી.આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા માવજીભાઈ બીજલભાઈ ધૂમરાને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે અમરશીભાઈ મુળજીભાઈ ભખોડીયાએ રીક્ષાના ચાલક રવજીભાઈના પુત્ર સામે અકસ્માતની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે મોરબી તાલુકા પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
