હત્યારાઓ નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વિકારીએ : ત્રાજપર પાસે મૃત્યુ પામેલ યુવાનના પરિવારજનો

0
294
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: ગતરાત્રે શહેરના સામાકાંઠે આવેલી ત્રાજપર ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક બે યુવાનોને ગઇકાલે રાત્રીના સુમારે છરીના ઘા ઝીંકીને ઇજાગ્રસ્ત કરાયા હતા જે પૈકીના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. મૃતકની લાશનું પી.એમ. કરી લાશને મોરબી સિવિલમાં રાખવામા આવી છે. જો કે, પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા વાતાવરણ તંગ બન્યું છે.

સમગ્ર બનાવની વિગતો જોઈએ તો મોરબીના વણકરવાસમાં રહેતા 24 વર્ષીય અજીત ગોરધનભાઈ પરમાર નામના યુવાનની ગઇકાલે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં સામાકાંઠા વિસ્તારમાં તેના મિત્ર હુસેન સાથે રિક્ષામાં ગયો હતો જે દરમિયાન ત્રાજપર ચોકડી પાસે એસ્સારના પેટ્રોલ પંપ નજીક તેને કોઇની સાથે માથાકુટ થઇ હતી અને અજીત અને હુસેનને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા.

આ બનાવમાં ઇજાગ્રસ્ત અજીત પરમારનું મોત નીપજયું હતું અને તેની લાશ હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલના પીએમ.રૂમ ખાતે રાખવામા આવી છે. અહીં મૃતકના પરિજનોએ આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સાંભળવાનો ઇનકાર કરી દેતા પોલીસ દ્વારા મૃતકના પરિજનોને મનાવવાની કોશિશ હાથ ધરી છે પરંતુ પરિવારજનો હત્યારાઓને ઝડપી લેવાની માંગ કરી પોતાની માંગ ઉપર અડગ રહેતા પોલીસ પણ અતિ મૂંઝવણમાં મુકાઈ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/