મોરબી જિલ્લામાંથી 7 સીએનજી રીક્ષા અને 2 બોલેરો ડિટેઇન કરાઈ

0
169
/

મોરબી: હાલ ગઈકાલે સોમવારે પેસેન્જરને રિક્ષામાં બેસાડી માલમતા સેરવી લેતી ગેંગ ઝડપાયા બાદ પોલીસે રીક્ષા ચાલકોને ચેક કરવાનું શરૂ કર્યું છે. આ ચેકીંગ દરમ્યાન જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ ટ્રાફિક નિયમનું અને કોરોના ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા રીક્ષાચાલકો તથા બોલેરો ચાલકો પોલીસની ઝપટે ચડ્યા હતા.

મોરબી શહેર એ.ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારના ગાંધી ચોકમાંથી પોલીસે 2 સીએનજી રીક્ષા તથા 1 કટલેરીની લારી ડિટેઇન કરી હતી. જ્યારે બી ડીવી. પો.સ્ટે. વિસ્તારના મહેન્દ્રનગર ખાતેથી 1 સીએનજી રીક્ષા તથા 1 બોલેરોને ટ્રાફિકનો નિયમભંગ કરતા ઝડપી પાડી વિવિધ કલમો હેઠળ કેસ કરી ઉક્ત વાહનો ડિટેઇન કરાયા હતા.

વાંકાનેર સીટી. પોલીસે જિનપરા જકાતનાકા પાસેથી 4 સીએનજી રીક્ષા વિવિધ કલમો હેઠળ કેસ કરી ડિટેઇન કરી હતી. જ્યારે માળીયા. મી.ના ત્રણ રસ્તા પાસેથી 1 બોલેરો પિકઅપ ડિટેઇન કરી વાહન ચાલકો વિરુધ્ધ કેસ પણ નોંધ્યો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/