બુધવાર(2pm) : મોરબીમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા, જિલ્લામાં આજના કુલ 5 કેસ થયા

0
529
/

મહેન્દ્રપરા વિસ્તારના વૃદ્ધ અને જુના મકનસર ગામના યુવક કોરોના સંક્રમિત

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આજે સવારે મોરબી શહેરમાં 2 તથા ટંકારા શહેરમાં 1 એમ 3 પોઝિટિવ કેસ જાહેર થયા હતા. ત્યારે અત્યારે વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે આજે બુધવારના નવા કેસનો આંકડો પાંચ થઈ ગયો હતો અને મોરબી જિલ્લાના કુલ પોઝીટીવ કેસ 141 થઈ ગયા છે.

આજે તા. 15 જુલાઈના રોજ મોરબી જિલ્લામાં કોરોના વાયરસના વધુ 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ ફારુકી મસ્જિદ નજીક આવેલ ઘાંચી શેરીમાં 66 વર્ષીય અબ્દુલભાઈ સતાર પરમારનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓના સેમ્પલ રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, જુના મકનસર ગામમાં રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવક પંકજભાઈ પરમારનો રિપોર્ટ આજે પૉઝીટીવ આવ્યો છે. તેઓના સેમ્પલ પણ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લેવામાં આવ્યા હતા.

આ બંને કેસ સંદર્ભે આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધા છે. અત્યારના આ બંને કેસ સહીત મોરબી જિલ્લામાં કોરોના વાયરસના કુલ 141 કેસ થઈ ગયા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

15 જુલાઈ, બુધવારે નોંધાયેલા નવા કેસની વિગત:

1) ટંકારા શહેર, ત્રણ હાટડી શેરી : ભાનુબેન નટુભાઈ પ્રજાપતિ (ઉ.60)

2) મોરબી શહેર, પારેખ શેરી : પ્રતાપભાઈ જેચંદભાઈ પાટડીયા (ઉ.63)

3) મોરબી શહેર, નવડેલા રોડ, ઘાંચી શેરી : મેમુનાબેન મહંમદભાઈ મકવાણા (ઉ.63)

4) મોરબી શહેર, ઘાંચી શેરી, ફારુકી મસ્જિદ નજીક : અબ્દુલભાઈ સતારભાઈ પરમાર (ઉ.66)

5) મોરબી તાલુકો, જુના મકનસર ગામ, રેલવે સ્ટેશન નજીક : પંકજભાઈ પરમાર (ઉ.26)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/