બુધવાર : મોરબીમાં 6 અને લજાઈમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લામા કુલ કેસ 196

0
124
/

આરોગ્ય વિભાગે જામનગર મોકલેલા સેમ્પલમાંથી એક સાથે સાત લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો થયો 196

મોરબી : મોરબી જિલ્લામાં બુધવારે સાંજ સુધી એક પણ કોરોના કેસ ન નોંધાયા બાદ સાંજે 6 વાગ્યે એક સાથે સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 6 કેસ મોરબી શહેર અને એક કેસ ટંકારાના લજાઈમાં નોંધાયો હતો.

સાંજે 6 વાગ્યે જાહેર થયેલા કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરની પારેખ શેરીમાં રહેતા એક જ પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 49 વર્ષના માતા અને તેમના 26 વર્ષના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. જ્યારે મોરબી શહેરના ભવાની ચોકમાં રહેતા 40 વર્ષના પુરુષ અને મોરબી શહેરના રવાપર રોડ પર વિવેકાનંદ હનુમાનજીની બાજુમાં, કુંજ ગલીમાં રહેતા 33 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત મોરબી શહેરની વર્ધમાન સોસાયટીમાં રહેતા 52 વર્ષના મહિલા તેમજ મોરબી શહેરની સોમૈયા સોસાયટીમાં રહેતા 55 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તેમજ ટંકારાના લજાઈ ગામે રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે.

આમ મોરબી શહેરમાં છ અને ટંકારા તાલુકામાં એક સહિત આજે સાત કેસ નવા નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 196 સુધી થઈ પહોંચી ચુક્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/