મોરબીમાં વસંત પ્લોટના પડતર વંડામાંથી 50 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0
99
/

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે આજે વસંત પ્લોટના પડતર વંડામાંથી 50 બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થાને ઝડલી લીધો હતો.જોકે આ દારૂની હેરાફેરી કરનાર બે આરોપીઓ સ્થળ હાજર ન મળી આવતા પોલીસે બને સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી એ ડિવિજનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીગ કરી રહ્યા હતા.ત્યારે પો.હેડ કોન્સ શેખાભાઈ મોરીને ચોક્કસ બાતમી મળી હતી કે ,મોરબીના વસંત પ્લોટ વિસ્તારમાં શેરી નંબર 8 માં આવેલ પડતર વંડામાં હિતેશ ઉર્ફે મોંઢીયો ચંદ્રકાન્ત અને સાગરભાઈ સુખડીયા વાળાઓ ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે.આ પ્રકારની હકીકત મળતા એ ડિવિઝનની.પોલીસ ટીમે ત્યાં દોરડો પાડીને રૂ.25710 ની કિંમતની 50 ઈંગ્લીશની દારૂની બોટલો ઝડપી.લીધી હતી.જોકે આ બને આરોપીઓ હાજર નહિ મળી આવતા બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/