મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – મોરબી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી – મોરબી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ દીલીપભાઈ સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે દરેક ખેડુતને ભલામણ કરવામાં આવે છે કે આજુબાજુના વિસ્તારમાં તીડનો ઉપદ્રવ જોવા મળેલ છે. તીડના ઉપદ્રવથી બચવા માટે નીચે મુજબના પગલા ભરવાથી તીડના આક્રમણથી બચી શકાય છે.
તીડના ઝુંડમાં કરોડોની સંખ્યામાં તીડ હોય છે. તે લગભગ દોઢથી બે ઇંચ લંબાઇનાં હોય છે, જે ઉભા પાકને થોડા જ કલાકમાં સાફ કરી નાખે છે. દરેક પ્રકારની લીલા પાનવાળી વનસ્પતિ ખાય છે. આ તીડનું ઝુંડ કોઇપણ વિસ્તારમાં સાંજના ૬ થી ૮ વાગ્યા સુધીમાં પહોંચી જમીન પર બેસી જાય છે અને ત્યાંજ આખી રાત પાકને નુકશાન કરે છે. બીજી સવારે ૭=૩૦ વાગ્યાની આજુબાજુ ઉડવાનું શરુ કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide