શું ISISના નિશાના પર છે ભારત ? UNના એક રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો

0
29
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

શું ISIS હવે ભારત માટે ખતરો બની ગયું છે ? સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ ISIS/ISILના 180-200 આતંકીઓ ભારતમાં સક્રિય છે. તે દરેક આતંકીઓ કેરળ અને કર્ણાટક રાજ્યમાં ફેલાયેલા છે. ISISએ ભારતમાં વિલાયહ ઓફ હિંદ વિસ્તાર બનાવવાની ઘોષણા કરી છે.

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ISIS કોવિડ-19 મહામારીના નામે લોકો પાસેથી પૈસા માંગી રહ્યા છે અને તેમની વચ્ચે રહીને પોતાનો પ્રચાર કરી રહ્યા છે. એક પત્રિકા મુજબ મુસ્લિમ સમુદાયના લોકોને કોવિડ કૈરિયર્સ બનીને શહેરમાં વાયરસ ફેલાવવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં બધા મુસ્લિમાને મહામારીને એક અવસર બતાવીને કોરોના જેહાદ ફેલાવવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીય તપાસ એજન્સીઓને આ દિશામાં એક મોટી સફળતા મળી છે. તેણે કેરલ અને કર્ણાટકમાં આ કામ કરી રહેલા કેટલાક લોકોની વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી છે. આ બધા લોકો ટેલીગ્રામ દ્વારા પોતાના સંગઠન ચલાવી રહ્યા છે. સાથે  જ ફેસબુકમાં પણ નકલી નામ સાથે કાર્યરત છે.લહાલ સ્પેશ્યલ સેલ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. જે મેગેઝીન દ્વારા પ્રચાર ફેલાવવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. હિના બશીર બેગ, ઝહાનજેબ, અબ્દુલ બાશિત, સાદિયા અનવર શેખ અને નબેલ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.આ તમામ CAA અને NRCના નામ પર યુવાઓને કટ્ટરવાદી બનાવી રહ્યા છે. આ બધા દિલ્હીમાં લોન વુલ્ફ હુમલાનો પ્લાન પણ કરી રહ્યા હતા. સાથે જ આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે આ લોકો આતંકીઓ પાસેથી વિસ્ફોટક સહિતના સામાનની માગ કરી રહ્યા હતા.

જો કે માર્ચ મહિનામાં ISISના એક મોડ્યૂલનો ખુલાસો થઈ ગયો છે. તેમ છતા ભારત વિરોધ મેગેઝીન પ્રકાશિત થઈ રહ્યું છે. લોકડાઉન દરમિયાન પ્રકાશિત થયેલું એક મેગેઝીન જેનુ નામ મૌલાના સાદ અને જમાત દિયા છે. જેમાં મૌલાના સાદની કોરોના ફેલાવવાને લઈને પ્રશંસા કરવામાં આવી છે. તો સાથે દિલ્હી હિંસા મામલામાં ધરપકડ કરેલા જામિયા છાત્રોને લઈને લોકોને બદલો લેવાની અપીલ કરવામાં આવી છે. મેગેઝીનમાં મુસ્લિમ સમુદાયના લોકોને કોરોના મહામારીનો લાભ લઈને કોરોના કૈરિયર  બનીને વાયરસ ફેલાવવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય પોલીસની વિરૂદ્ધ વુલ્ફ હુમલો કરવાને લઈને પણ પ્રોત્સાહન કરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/