પત્નીથી કંટાળી ગયેલા યુવાને મોરબીની કોર્ટ પાસે કર્યો આપઘાતનો પ્રયાસ

43
252
/

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલા કોર્ટના પરિસરમાં ગઈકાલે એક યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો અને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે

જાણવા મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે આવેલી કોર્ટના પરિસરમાં ગઈકાલે એક યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તાત્કાલિક ૧૦૮ની ટીમને બોલાવવામાં આવી હતી અને યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની તપાસ કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ હકાભાઇ ચૌહાણ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, રાજકુમાર લાખુભાઇ મારૂ (ઉ.વ.૩૧) રહે રફાળેશ્વર વાળાની પત્ની અવારનવાર માવતરે જતી રહે છે જેથી તે કંટાળી ગયો હતો અને તેની પત્નીથી છૂટાછેડા લેવા છે પરંતુ પત્ની છૂટાછેડા આપતી ન હતી જેથી કોઈએ એવું કહ્યું હતું કે કોર્ટમાં જઈશ તો છૂટાછેડા થઇ જશે પરંતુ કોર્ટમાં કોઈ જરૂરી કાર્યવાહી કરેલ ન હોવાથી ત્યાંથી પણ યુવાનને નિરાશા મળી હતી જેથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.