જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો શું અસર પડે? ભયાનક પરિણામ જાણીને રુવાડા ઉભા થઇ જશે – આ લેખ વાંચીને જરૂર શેર કરજો જય હિન્દ

42
657
/

હાલના સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે, લોકો પોતાનો રોષ વ્યક્તિ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે ભલે પરમાણુ યુદ્ધ થઇ જાય પણ હવે આ વખતે તો આર કે પારની લડાઈ થઇ જ જાય. સુરક્ષા નિષ્ણાતો દ્વારા પણ આશંકા જતાવવામાં આવી રહી છે કે જો ભારત પાકિસ્તાન પર કોઈ સખત સૈન્ય કાર્યવાહી કરે છે તો આ સંપૂર્ણપણે યુદ્ધનું સ્વરૂપ લઇ શકે છે. આનો અંત એક ભયાનક પરમાણુ યુદ્ધ હોઈ શકે છે.

જો ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય છે તો 1.5 કરોડ લોકો તાત્કાલિક મરી જશે અને આગામી 20 વર્ષ સુધી તેના જીવલેણ પરિણામો કરોડો બીજા જીવ લઇ લેશે. આ લોકોની મોતની સાથે-સાથે બચી ગયેલા લોકો ખરાબ હાલતમાં જીવન જીવવા પર મજબૂર થઇ જશે, એનો અર્થ એ છે કે ઓસ્ટ્રેલિયાની જનસંખ્યા જેટલા લોકો મરી જશે કે ખરાબ હાલતમાં જીવવું પડશે. આ સિવાય એક વધુ તર્ક છે કે ભારત-પાકિસ્તાનમાં પરમાણુ યુદ્ધ થાય તો બની શકે કે પૃથ્વી પર મનુષ્ય જાતિ જ નષ્ટ થઇ જાય. આ અનુમાન માટે એક સંશોધન થયું હતું જે વર્ષ 2007માં યુએસ યુનિવર્સીટીના એક સંશોધકે રજુ કર્યું હતું.આટલું જ નહિ, લગભગ 2 કરોડ લોકો એક જ અઠવાડિયામાં ખતમ થઇ જશે. છેલ્લા 9 વર્ષમાં જેટલા લોકો ભારતમાં આતંકવાદથી માર્યા છે, તેનાથી 2221% વધુ સંખ્યામાં લોકો આ યુદ્ધમાં જીવ ગુમાવી દેશે. લોકો સિવાય ધરતીને જે નુકશાન થશે તે આગલા 1000 વર્ષમાં પણ પૂરું નહિ કરી શકે. પરમાણુ હથિયારોના ઉપયોગના કારણે પર્યાવરણ ઘણું જ પ્રભાવિત થઇ જશે, જેના કારણે 200 કરોડ લલોકોને ભુખમરાનો સામનો કરવો પડશે. 2015 સુધીના આંકડા મુજબ પાકિસ્તાન પાસે લગભગ 110થી 130 પરમાણુ હથિયાર છે અને ભારત પાસે 110થી 120 પરમાણુ હથિયાર છે.પાકિસ્તાનના 66% ન્યુક્લિયર હથિયાર બૈલિસ્ટિક મિસાઈલમાં છે તેનો અર્થ એ છે કે પાકિસ્તાન જો પોતાની મીડીયમ રેન્જ બૈલિસ્ટિક મિસાઈલથી ટાર્ગેટ કરીને ન્યુક્લિયર હુમલો કરશે તો ભારતના ચાર મોટા શહેરો નવી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લુરુ બરબાદ થઇ જશે. પાકિસ્તાનની ગૌરી મિસાઈલ 1300 કિમિ સુધી વાર કરી શકે છે જેના નિશાન પર દિલ્હી, જયપુર, અમદાવાદ, પુણે, નાગપુર, ભોપાલ અને લખનઉ હશે. અને બીજી મિસાઈલ શાહીન-2ની રેન્જ 2500 કિમિ છે જે કલકતા અને ઇસ્ટ કોસ્ટ સુધી હુમલો કરી શકે છે.તો બીજી તરફ ભારત પાસે 53% પરમાણુ હથિયાર પૃથ્વી અને અગ્નિ જેવા મિસાઈલમાં છે, જેના સિવાય ભારત સાગરિકા અને આઈએનએસ અરિહંત જેવી સબમરીન દ્વારા પણ પરમાણુ હથિયાર વાપરી શકે છે. એરફ્રાફ્ટની વાત કરીએ તો ભારતીય એરફોર્સના જગુઆરની ક્ષમતા 16 પરમાણુ હથિયાર લઇ જવાની છે, ત્યારે મિરાજ 2000ની ક્ષમતા 32 પરમાણુ હથિયાર લઇ જવાની છે. ભારત પાકિસ્તાનના શહેરો ઇસ્લામાબાદ, રાવલપિંડી, કરાચી અને નાવશેરામાં પાકિસ્તાની સૈન્યના મુખ્યાલયને નિશાન બનાવી શકે છે. પરંતુ પાકિસ્તાનનું ક્ષેત્રફળ નાનું હોવાને કારણે એક ખતરો પણ છે. જો લાહોર અને કરાચી જેવા શહેરોને નિશાનો બનાવીએ તો તેનો પ્રભાવ પાકિસ્તાનની સીમાની અંદર સીમિત ન રહી ને ભારત અને અફઘાનિસ્તાનના સરહદીય વિસ્તારો પણ પ્રભાવિત થશે.જો પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવામાં આવે તો પણ સ્થિતિ ઓછી ભયાનક નહિ રહે. પુલવામામાં આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે જો યુદ્ધ તહ્શે તો ભારતે પણ મોટી સંખ્યામાં સૈનિકો ગુમાવવા પડી શકે છે. કારણ કે આપણે 1962, 1967 અને 1971માં યુદ્ધના પરિણામો ભોગવી ચુક્યા છીએ.આંતરિક સમસ્યાઓથી જુજી રહેલા બલુચિસ્તાન, સિંધ, પીઓકે અને ખૈબર પખતુન વિસ્તારના લોકો પોતાને સ્વતંત્ર જાહેર કરવા માટે તૈયાર જ બેસેલા છે. વર્ષોથી તેઓ પાકિસ્તાનથી આઝાદ થવાની માંગ કરતા આવી રહયા છે. જો યુદ્ધ થશે તો પાકિસ્તાનમાં જ ગૃહયુદ્ધ ભડકી શકે છે. અને બાંગ્લાદેશની જેમ પાકિસ્તાનના 3-4 ટુકડા વધુ થઇ શકે છે.ફક્ત નિર્દોષોનો જીવ જ નહિ પણ અર્થવ્યવસ્થાનો પણ થઇ જશે ખાત્મો –

યુદ્ધની સ્થિતિમાં ભારત અને તેની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર થશે. યુદ્ધ પર અબજો રૂપિયા ખર્ચ થશે. અને ભારતીય અર્થવ્યવસ્થા લગભગ સો વર્ષ પાછળ જતી રહેશે. ભારતમાંથી મલ્ટીનેશનલ કંપનીઓ પોતાનો વેપાર સમેટીને જતી રહેશે, જેથી રોજગારનું સંકટ પણ ઉભી થશે. અને અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે. યુદ્ધની સ્થિતિમાં આખી દુનિયાના વેપાર-વ્યવસાય પર નકારાત્મક અસર થશે.

સમાચારોથી  પણ વધુ કઈક નવું જાણવા માટે નીચે આપેલ લિંક પર જઇ અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.