મોરબીના ઝૂલતા પુલ પરથી ઝંપલાનાર યુવાનની લાશ મળી

22
382
/

ફાયર બીગ્રેડ અને કુશળ તરવૈયાની અડધી કલાકની જહેમતના અંતે યુવવાની લાશ મળી : ભત્રીજાના આજે બેસણા દરમ્યાન જ કાકાએ આપઘાત કરી લેતા તેનો પરિવાર સ્તબ્ધ

મોરબી : મોરબીના લાલપર ગામના યુવાને આજે સવારે ઝૂલતાપૂલ પરથી નીચે નદીમાં ઝપલાવ્યું હતું. નદીમાં ગાંડી વેલના કારણે યુવાનની શોધખોલમાં અવરોધ ઉભો થતા ફાયરની ટિમ અને કુશળ તરવૈયાની અડધી કલાકની જહેમતના અંતે યુવાનની લાશ મળી આવી હતી. જોકે આ બનાવની કરુણતા એ છે કે આજે મૃતકના ભત્રીજાના બેસણા દરમિયાન જ તેણે આપઘાત કરી લેતા તેનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

મોરબીના ઝુલતા પુલ પરથી વાલજી મોહનભાઇ ઠોળીયા નામના લાલપર ગામના યુવાને આજે સવારે નદીમાં ઝંપલાવ્યું હતું. ઝુલતા પુલના સામાકાંઠા તરફના ગેટ પાસેથી એક હીરોહોન્ડા સ્પ્લેનડર GJ 36 H 5826 નંબરનું બાઈક મળી આવ્યું હતું. જેની ચાવી બાઈકમાં જ હોય અને એક ચિઠ્ઠીમાં બે મોબાઈલ નંબર લખેલા હતા. યુવાને નદીમાં ઝંપલાવ્યાની જાણ થતા મોરબી ફાયર ટીમના વિનયભાઈ ભટ્ટ, સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને યુવાનની શોધખોળ હાથ ધરી હતી.નદીમાં ઝંપલાવનાર યુવક વાલજીભાઈના ભત્રીજાનું બે એક દિવસ પહેલા અવસાન થયું હોય આજે તેનું બેસણુ હોવાથી બેસણામાં આવેલા પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે મોરબીની મચ્છુ નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય હોય જેથી સર્ચ ઓપરેશનમાં પણ મુશેક્લીઓ ઉભી થઇ હતી તેથી મકરાણીવાસના તરવૈયા સીકરર ,બોદુ, જુનેદ સહિતના ફાયરની ટીમે શોધખોળ ચલાવતા અડધી કલાકની જહેમતના અંતે યુવાનની લાશ મળી આવી હતી. આ ઘટનામાં કરુણતાએ છે કે.મૃતકના ભત્રીજાનું બેસણું હોય તે ઘરેથી નીકળીને મચ્છુ નદીમાં ઝપલાવીને આપઘાત કરી લેતા તેના પરિવારજનોએ હૈયાફાટ આક્રંદ કરી મૂક્યું

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

22 COMMENTS

Comments are closed.