મોરબી પાલિકામાં રોજમદાર સફાઈ કામદારોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નામના છાજીયા લીધા

0
257

પાલિકાના રોજમદાર સફાઈ કામદારોની કાયમી કરવાની માંગ સાથે વેગવંતી બનતી અચોક્કસ મુદતની હડતાલ

મોરબી : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની 18 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે અને આ હડતાલ દરમ્યાન આજે રોજમદાર સફાઈ કામદારોએ પોતીની પડતર માગણીઓ સંદર્ભે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને સ્થાનિક તંત્રના નામના છાજીયા લઈ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.જોકે છેલ્લા સાત દિવસથી ચાલતી આ હડતાલને કારણે સફાઈનો પ્રશ્ન વિકટ બન્યો છે.

મોરબી નગરપાલિકામાં સરકારના 11 માસના કરાર આધારિત સફાઈના 220 જેટલા કામદારો કાયમી કરવાની તથા વેતન વધારાની માગ સાથે ગતતા 18 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. હડતાલ પર ઉતરેલા આ સફાઈ કામદારોની પાલિકા તંત્ર સાથેની વાટાઘાટ નિષફળ જતા આ હડતાલ યથાવત રહી છે.છેલ્લા સાત દિવસથી હડતાલ પર ઉતરીને સફાઈના કામો ઠપ્પ કરી દેવા છતાં સરકાર અને તંત્રની ઉધ ન ઉડતા આજે બપોરે રોજમદાર સફાઈ કામદારોએ પાલિકા કચેરી ખાતે પોતાની પડતર માગણીઓ સંદર્ભે વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી રૂપાણી હાય હાયનીઉગ્ર નારેબાજી કરીને તેમના નામના છાજીયા લઈને ઉગ્ર દેખાવો કરી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો..જૉકે પાલિકાના 140 જેટલા કાયમી સફાઈના કર્મચારીઓ ફરજ પર છે અને તેમના શિરે આખા શહેરની સફાઈની જવાબદારી આવી પડી છે.આટલો ઓછો સ્ટાફ અને ઉપરથી આખા શહેરની સફાઈની જવાબદારી હોય તેથી કામનું વધુ પ્રેશર રહેતું હોવાથી સફાઈના કામો ઠપ્પ થઈ ગયા છે. મુખ્યમાર્ગોની જ સફાઈ થતી હોવાથી અંદરના વિસ્તારોની સફાઈના અભાવે બદતર હાલત થઈ ગઈ છે.અને હડતાલ હજુ લંબાઈ તેવા એંધાણો દેખાતા સફાઈનો પ્રશ્ન વધુ વિકટ બનશે.

 

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/