મોરબી : મોરબીમાં બે અલગ અલગ સ્થળે યુવતી અને પરણીતા એ આજે કોઈ કારણોસર ગળેફાસો ખાઈને જીવ દઈ દીધો હતો.પોલીસે આ બન્ને આપઘાતના બનાવોની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આ આપઘાતના પ્રથમ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેમાંથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ પારેખ શેરીમાં રહેતી નવણીતાંબેન પરેશભાઈ ભટ્ટ ઉ.વ.29 નામની પરણીતાએ આજે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. બાદમાં મૃતક પરણીતાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.જ્યારે બીજા આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના રાજપર ગામે આવેલ સદગુરુ કોટન મિલમાં રહેતી મૂળ ઉત્તરપ્રદેશની વતની બબલુબેન નથુભાઈ કોલ ઉ.વ.19 નામની પરપ્રતોય યુવતીએ આજે પોતાની મજૂરની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી યુવતી ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide