હળવદના સફાઈ કામદારોની આજથી અચોક્કસ મુદ્‌તની હડતાલ

107
309
/

૧૦૩ જેટલા સફાઈ કામદારોએ પગાર વધારો અને કરાર આધારિત પ્રથા બંધ કરવા સહિતની વિવિધ માંગ સાથે સરકાર સમક્ષ મોરચો માંડયો

હળવદમાં સફાઈ કામદારોએ ગત શનિવારે વિવિધ પ્રશ્નો મામલે આવેદનપત્ર આપ્યુ હતુ અને સરકાર દ્વારા મંગળવાર સુધીમાં માગણી નહી સંતોષાતાં તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાની ચિમકી આપી હતી ત્યારે આજરોજ હળવદમાં ૧૦૩ જેટલા સફાઈ કામદારોઓ અચોક્કસની મુદ્‌તની હડતાલ પર ઉતરી જતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
સરકાર સામે વિવિધ પડતર માગણીઓ સાથે સમગ્ર ગુજરાતના સફાઈ કામદાર મહામંડળ દ્વારા ઘણા સમયથી અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ નિર્ણય નહી આવતા આજથી વિવિધ પ્રશ્નો મામલે ગુજરાતના તમામ સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે ત્યારે હળવદના ૧૦૩ જેટલા સફાઈ કામદારો આ હડતાલમાં જોડાયા છે અને જેમાં લઘુત્તમ વેતન અને કોન્ટ્રાક્ટ પધ્ધતિ બંધ આધારિત સફાઈ કામદારોને રાખીને દૈનિક ૨૦૦થી ૨૫૦ રૂપિયા હાજરી આપીને સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવે છે તેમજ કાયમી સફાઈ કર્મચારીઓને પેન્શન યોજના અને કર્મચારીઓને અવસાન બાદ વારસદારમાં પરિવારજનોને નોકરી પર રાખવા અને સાતમા પગારપંચનો સમાવેશ કરવા સહીતના વિવિધ માગણીઓનો ઉકેલ લાવવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે સાથે જ હળવદના ૧૦૩ જેટલા સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.