અમદાવાદ: ગત ચાર વર્ષ પહેલાં ઓગસ્ટમાં 14.5 ઈંચ વરસાદ પડ્યો હતો, 1990ના ઓગસ્ટમાં સૌથી વધુ 24 ઈંચ પડ્યો હતોધરોઈમાંથી ગાંધીનગર પાસેના સંત સરોવર ડેમમાં પાણી છોડાયું
ઓગસ્ટમાં અત્યાર સુધી અમદાવાદમાં લગભગ 309 મીમી એટલે કે અંદાજે 12 ઈંચ સુધી વરસાદ થયો છે. છેલ્લે 2016ના ઓગસ્ટમાં 367 મીમી એટલે કે અંદાજે 14.5 ઈંચ વરસાદ થયો હતો. આમ ચાર વર્ષ પછી ઓગસ્ટમાં આટલો વરસાદ થયો છે. શહેરમાં 2015ના ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ થયો હતો. 1990ના ઓગસ્ટમાં સૌથી વધુ 24 ઈંચ વરસાદ થયો હતો.
દરમિયાન સોમવારે દિવસભર ધીમી ધારે વરસાદ ચાલુ રહેવા સાથે સરેરાશ પોણો ઈંચ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ઝોનમાં નોંધાયા હતો. સાબરમતીનું લેવલ 130 ફૂટ જળવાઈ રહે તે માટે મ્યુનિ.એ વાસણા બેરેજનો એક ગેટ 9 ઈંચ ખોલ્યો હતો.
મધ્યપ્રદેશની આસપાસ સર્જાયેલા લૉ-પ્રેશર અને અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી શહેરમાં મંગળવારે પણ 2 ઈંચ સુધી વરસાદ પડવાની આગાહી છે. વાદળિયા વાતાવરણ અને ધીમી ધારે વરસાદથી શહેરનું મહત્તમ તાપમાન ઘટીને 29 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી નોંધાયેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide