સ્વાભિમાન રેલીમાં જતા અગાઉ મોરબીના કોંગ્રેસ હોદેદારોની અટકાયત

0
91
/

કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સરકાર અને પોલીસની કાર્યવાહીનો વિરોધ

મોરબી : હાલ ગાંધીનગરમાં યુવા સ્વાભિમાન રેલીમાં જતા અગાઉ મોરબી જિલ્લાના યુવા કોંગ્રેસ પ્રમુખ અને માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરવામાં આવતા જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સરકાર અને પોલીસની કાર્યવાહીનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

તારીખ 27/03/2022ના રોજ રાત્રે 11:00 કલાકે ગાંધીનગરમાં યુવા સ્વાભિમાન રેલીમાં જતા પહેલા મોરબી જિલ્લાના યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ કોઠીયા અને માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્ર વિડજાની ધરપકડ કરવામાં આવી હતી. સરકારના ઈશારે કારણ વગર અટકાયત કરાતા સ્થળ ઉપર જીલ્લા કોંગ્રેસના આગેવાનો જયંતીભાઈ પટેલ તેમજ રમેશભાઈ રબારી, અશ્વિનભાઇ વિડજા તેમજ રાજુભાઈ જીલરીયા, પ્રકાશભાઈ બાવરવા, મુશ્તાકભાઈ સહિતના કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોલીસની આ તાનાશાહી કાર્યવાહીનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/