સરકાર આ કાયદો પરત ન ખેંચે તો વિધાનસભાની ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ગર્ભિત ચેતવણી
હળવદ : હાલ રાજયની વિધાનસભાના સત્રમાં ગત તા.૩1 માર્ચના રોજ સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામા આવ્યુ છે. આથી હળવદના માલધારી સમાજે કાયદાકીય બિલનો ઉગ્ર વિરોધ કર્યો છે અને સરકારને સંબોધી હળવદના મામલતદાર આવેદનપત્ર આપી સરકાર આ કાયદો પરત ન ખેંચે તો વિધાનસભાની ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ગર્ભિત ચેતવણી આપી છે.
ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિના નેજા હેઠળ હળવદ પંથકના માલધારીઓએ મામલતદારને આવેદન આપી જણાવ્યું હતું કે, સામાજિક સમરસતા માટે પશુપાલક વર્ગ ખુબ જ મહત્વની ભાગ ભજવી રહ્યો છે. કોરોનાના કપરાકાળ દરમિયાન ખુબ સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજની અતિ મહત્વની પ્રાથમિક જરુરિયાત એવા દૂધ પાડવા માટે પોતાની જાતની પરવા કર્યા વગર ભાવ વધારો કર્યા વગર રાતદિન એક કરીને સમાજને દૂધ પહોંચાડયું છે. ગુજરાત શ્વેત ફાંતિમાં જે કાંઈ હરણફાળ ભરી રહ્યું છે તેનો પાયાનો પથ્થર આ પશુપાલક અને માલધારી સમાજ જ છે સરકારશી એ ભૂલવું ના જોઈએ.
વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમા વિધાનસભામાં સરકાર દ્વારા પશુ-માલધારી વિરોધી જે બિલ પસાર થયેલ છે તે તાત્કાલીક પરત ખેંચવું, રાજ્યની દરેક કોર્પોરેશન દ્વારા પકડાયેલ ઢોરોને મુકત કરવા ડબ્બાદંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવો, રાજ્યમા આવા પકડાયેલ પશુઓને છોડાવવા માટે ૯૦-અ મુજબ ભરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ કરવી, અગાઉની માફક શહેરની બહાર માલધરી વસાહતો બનાવી તેમાં ગાયો રાખવાના વાડાઓ તેમજ પશુદાવાખના ખાણદાણની દુકાન, દૂધમંડળી તેમજ માલધારીઓના બાળકો માટેની સ્કુલો, દાવાખાનાઓ, જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide