મોરબીનો લાતીપ્લોટની હાલત નર્કાગાર જેવી!!

0
49
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: તાજેતરમા મોરબી : મોરબીમાં સૌથી વધુ ટેક્સ ભરતા અને શહેરની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટ વર્ષોથી તંત્રના ઓરમાયા વર્તનથી બેહાલ બની ગયો છે. વર્ષોથી ખરાબ સ્થિતિ વચ્ચે ચૂંટણી પહેલા સરકારે ખાસ પેકેજ જાહેર કરીને થોડું કામ કર્યા બાદ અધવચ્ચે અધૂરૂ મૂકી દેતા લાતીપ્લોટની બદતર સ્થિતિ થઈ ગઈ છે. આથી આજે લઘુ ઉધોગકારો-વેપારીઓએ ધારાસભ્ય અને આયોજન મંડળની બેઠકમાં ઉગ્ર રજુઆત કરી હતી કે, મોરબીનો લાતીપ્લોટ ઉભરાતી ગટર, ખરાબ રસ્તા અને સ્ટ્રીટ લાઈટના અભાવે નર્કાગાર ફેરવાયો છે.

મોરબીના લાતીપ્લોટના લઘુ ઉધોગકારો અને નાના વેપારીઓના ટોળાએ આજે ધારાસભ્ય અને આયોજન મંડળની બેઠકમાં રૂબરૂ તેમજ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબીના લાતી પ્લોટ એક નાના ઉદ્યોગકારોનું ઔધોગિક ક્ષેત્ર છે, જે હાલમાં નર્કાગાર બની ગયું છે. છેલ્લા ઘણા વર્ષોથી લાતી પ્લોટ વિસ્તારમાં ભુર્ગભ ગટર ઉભરાવાના કારણે રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળે છે. જેથી રોડ-રસ્તા પર કાયમી ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે રાહદારી- વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડે છે. જ્યારે વેપાર ધંધામાં પણ માઠી અસર જોવા મળે છે. બીજી બાજુ ખુલ્લી ગટરના ઢાંકણાના કારણે ઘણા અકસ્માતો પણ સર્જાયા છે. તથા અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ રહે છે.

તમામ રાહદારી-વાહનચાલકો-વેપારીઓ તથા નાગરિકોને આર્થિક, શારિરીક, માનસિક, નુકશાન અને ત્રાસ થાય છે. જ્યારે ઉભરાતી ગટરોના ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના કારણે ભયજનક રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. બીજી બાજુ ઉભરાતી ગટરના પાણી, ખરાબ રોડ-રસ્તા, ગંદકીનું સામ્રાજ્ય જેવી લાતી પ્લોટની હાલતથી કોઈ વ્યાપારી-ગ્રાહકો આવતા નથી જેથી ધંધામાં ખુબ જ ખરાબ અસર પડી રહી છે. ગત વિધાનસભા ચુંટણી પહેલા પૂર્વ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રહી ચુકેલા બ્રિજેશભાઈ મેરજાએ લાતી પ્લોટનું પેકેજ જાહેર કરેલ અને ઉદ્દઘાટન કરેલ જેનું પરિણામ ઉપર જણાવેલ મુજબ છે. લાતી પ્લોટ વિસ્તાર ચોમાસામાં તો ટાપુ બની જાય છે. હાલ પણ ચોમાસા જેવી હાલત જોવા મળી રહી છે. સ્ટ્રીટ લાઇટ ન હોવાથી ચોરી-બદમાશીનો ભય કાયમી માટે રહે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/