હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જે અસહ્ય ગરમીથી સૌ કોઈ પરેશાન છે ત્યારે મોરબીમાં સેવાભાવી સંસ્થાના યુવાનો દ્વારા આખા મેં માસમાં પ્રતિદિન ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વરસાદ શરુ થાય ત્યાં સુધી છાશ વિતરણ કરવામાં આવશે
અર્હમ યુવા સેવા ગ્રુપ મોરબી દ્વારા પરમ નમ્રમુનિ ગુરુદેવની પ્રેરણાથી અસહ્ય ગરમીથી નાગરિકોને રાહત આપવા માટે છાશ વિતરણ કેન્દ્ર મેં માસના પ્રારંભથી શરુ કરવામાં આવ્યું હતું ૧ મેથી સતત છાશ વિતરણ ચાલી રહ્યું છે મેગા છાશ વિતરણ કેન્દ્રમાં પ્રતિદિન ૬૦૦ છાસના પાઉચનું વિતરણ કરવામાં આવી રહ્યું છે મોરબીના ગાંધી ચોક પાસે છાશ વિતરણ અવિરત ચાલી રહ્યું છે પ્રતિદિન ૬૦૦ થી વધુ છાશના પાઉચ આપી નાગરિકોને ગરમીથી રાહત આપવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે અને વરસાદ શરુ ના થાય ત્યાં સુધી ગરમીને ધ્યાને લઈને છાશ વિતરણ ચાલુ રહેશે તેમ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide



















