વાંકાનેરથી મોરબી આવતા પોલીસકર્મીનું બાઈક સ્લીપ થતા કમકમાટી ભર્યું મૃત્યુ

0
590
/
/
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હાલ મોરબીના પોલીસના ASI આજે વાંકાનેરથી મોરબી આવતા હતા. એ સમયે તેમનું બાઈક સ્લીપ થતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અને તેમને સારવાર મળે એ પહેલા જ તેમનું મોત થયાનું સામે આવ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે મોરબીના ASI જીતેશભાઇ નાનજીભાઈ રાઠોડ વાંકાનેરથી મોરબી આવતા હતા. જ્યાં મકનસર પાસે અગમ્ય કારણોસર તેમનું બાઈક સ્લીપ થયું હતું. જેથી તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને 108 મારફત તુરંત મોરબી સિવિલ હોસ્પિટલ અર્થે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner