મોરબીમાં કરણી સેના આયોજિત એકતા યાત્રાનું વિવિધ સંગઠનો દ્વારા ઉમળકાભેર સ્વાગત

0
352
/
/
/
કચ્છના આશાપુરા માતાજીના મઢેથી માતાજીની જ્યોત સાથે નીકળેલી એકતા યાત્રા આજે મોરબી આવી પહોંચ્યા બાદ શહેરના મુખ્યમાર્ગો ફર્યા બાદ શનાળાની રાજપૂત સમાજની વાડી ખાતે પહોંચી

[રિપોર્ટ: રાધેશ બુદ્વદ્ધભટ્ટી] મોરબી : હાલ કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાજીના મઢ ખાતેથી માતાજીની જ્યોત સાથે ગુજરાત રાજ્ય કરણી સેના દ્વારા નીકળેલી ભવ્ય એકતા યાત્રા આજે મોરબીમાં આવી પહોંચતા આ યાત્રાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિશાળ કાફલા સાથે એકતા યાત્રા મુખ્યમાર્ગો ઉપર ફરતા ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરાયા બાદ શનાળાની રાજપૂત સમાજની વાડી ખાતે પહોંચી હતી.

ગુજરાત રાજ્ય કરણી સેના દ્વારા ગત તા.1 લી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મતદાનમાં જાગૃતિ આવે અને સમાજમાં એકતાની ભાવના જળવાઈ રહે તે માટે કચ્છ ખાતે બિરાજમાન આશાપુરા માતાજીના મઢથી એકતા યાત્રા કાઢવામાં આવી હતી. આ એકતા યાત્રા આજે મોરબી શહેરના સામાંકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આવી પહોંચતા સ્થાનિક કરણી સેનાના અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ અને લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં કાર સહિતના વાહનોના વિશાળ કાફલા અને મોટી સંખ્યામાં લોકો સાથે શહેરભરમાં આ એકતા યાત્રા કાઢવામાં આવી હતી. વાઘજી બાપુની પ્રતિમા સહિત શહેરમાં ઠેરઠેર આવેલી મહાપુરુષોની પ્રતિમાંને હારતોરા કરીને ભાવવંદના કરવામાં આવી હતી. આ યાત્રાનું ઠેરઠેર વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું.આશાપુરા માતાજીના મઢથી સોમનાથ સુધીની આ એકતા યાત્રા 16 તારીખે સોમનાથ ખાતે પહોંચીને સંપન્ન થશે. આજે મોરબીમાં વિવિધ માતાજીની જ્યોત સાથે આવી પહોંચેલી આ એકતા યાત્રા કાલ બપોર સુધી મોરબી જિલ્લાના વિવિધ સ્થળે ફરશે અને આજે એકતા યાત્રા શનાળાની રાજપૂત સમાજની વાડી ખાતે પહોંચી હતી અને જ્યાં રાત્રે ભવ્ય સાંસ્ફુર્તિક કાર્યક્રમ તેમજ મહાપ્રસદનું આયોજન કરાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner