મોરબીના સેવાભાવી અજય લોરિયા દ્વારા મહેન્દ્રનગરમાં ધાર્મિક કાર્યો નિમિત્તે રૂ. 1 લાખનું અનુદાન

0
147
/
/
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મહેન્દ્રનગરના માજી ઉપસરપંચની પુણ્યતિથિ નિમિતે યોજાયેલ સંતવાણીમાં અજય લોરિયાની ઉપસ્થિતિ

મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના માજી ઉપસરપંચની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં સેવાભાવી અજય લોરિયા એ ગામના ધાર્મિક કાર્યોમાં 1 લાખનું દાન આપ્યું હતું.

મહેન્દ્રનગર ગામના સામાજિક આગેવાન, માજી ઉપસરપંચ અને ભાજપ અગ્રણી સ્વ. અશ્વિનભાઈ બોપાલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ મહેન્દ્રનગર ગામના ધાર્મિક કામમાં રૂ. એક લાખ રૂપિયાનું દાન આપી ધન્યતા અનુભવી હતી. અને સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner