કોરોના કહેર મોરબીમાં વધી રહ્યો છે અને મોરબીમાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ આવતા ૧૩ મો કેસ નોંધાયો છે અમદાવાદ ફરજ બજાવવા ગયેલ એક ડોક્ટરને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે
મોરબીથી અમદાવાદ કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવવા મોરબીની ટીમો મોકલવામાં આવી હતી જેમાંથી એક ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે થોડા દિવસો પૂર્વે અમદાવાદ ફરજ બજાવવા ગયેલ ડોક્ટર પરત આવ્યા હોય જેના સેમ્પલ લેવાયા બાદ આજે કોરોના વોરીયર્સ એવા ડોક્ટરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે ડોક્ટરને હાલ મયુર હોસ્પિટલ ખાતે આઈસોલેશનમાં રાખેલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide