અમરેલી: તાજેતરમા બાબરા તાલુકામાં ગૌચરમાં મોટાપાયે દબાણ કરવામાં આવ્યું હોવાનું વખતો વખત રજુઆત કરવામાં આવે છે. તેમજ આંદોલન પણ થઈ ચૂક્યા છે.
તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા ગૌચર પરનું દબાણ દૂર કરી ગૌચર ખુલી કરવા માટે કોઈ નકકર કાર્યવાહી નહિ કરતા માલધારીઓ તેમજ પશુપાલકોમાં ભારે રોષ સાથે નિરાશા વ્યાપી છે. ત્યારે ફરી એકવાર બાબરા તાલુકામાં ગૌચર પરનું દબાણ દૂર કરવા ગુજરાત માલધારી સેનાની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાબરા માલધારી સેનાના ખોડાભાઈ રાતડીયા,વશરામભાઈ સુસરા,ગોવિંદભાઈ સરસિયા ,વિપુલભાઈ હાટગરડાં,આજરા જગદીશભાઈ સહિતના માલધારીઓ અને પશુપાલકોએ બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌચર પરનું દબાણ દૂર કરવા જણાવ્યું હતુંઆ ઉપરાંત ગુજરાત માલધારી સેના અમરેલી જિલ્લા દ્વારા પણ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતુ. અહી માલધારી સમાજ દ્વારા અનેક પ્રશ્નો અંગે રજુઆત કરવામા આવી હતી. આ તકે મહામંત્રી જયેશ ઝાપડા, જગદીશભાઈ મેવાડા, ભીખાભાઇ વાંકીયા, અલ્પેશભાઈ બતાડા વિગેરે ઉપસ્થિત રહેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide