અમરેલીમાં ઉજવણીના ચોથા દિવસે વક્ફ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

0
29
/

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2021 સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને આજે સુશાસન સપ્તાહના ચોથા દિવસે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અમરેલીના લીલીયા રોડ પર આવેલા નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરાની અધ્યક્ષતામાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાસંગિક ઉદબોધન કરતા ચેરમેન સજ્જાદ હીરાએ જણાવ્યું હતું કે ખેડૂતો અને પશુપાલકોનો આર્થિક વિકાસ એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે ત્યારે આપણે સૌએ સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ.

સાંસદ નારણ કાછડીયાએ જણાવ્યું હતું કે આપણો દેશ કૃષિ અને ઋષિઓનો દેશ છે. ભારત એ કૃષિ પ્રધાન દેશ હોવાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળ્યા બાદ ગામ, ગરીબ અને ખેડૂતને વધુ પ્રાધાન્ય આપ્યું છે. જો ગામડાનો ખેડૂત આર્થિક રીતે સધ્ધર બનશે તો આપણા દેશનું અર્થતંત્ર આપોઆપ મજબૂત બનશે. અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે. સાવલિયાએ ડેરી અને પશુપાલનના ઉદ્યોગ માટે મળતી વિવિધ સહાય અને ગોકુળ મિશન યોજના જેવી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી. વધુમાં તેઓએ શ્વેતક્રાંતિથી સમૃદ્ધિની પહેલમાં જોડાવા સૌને અપીલ કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/